મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદ-ડાકોર હાઈવે પાસે વિચિત્ર અકસ્માત, ત્રણ મહિનાની બાળકી પર ટ્રકનું સ્પેર વ્હીલ પડતાં મોત

રાજ્યમાં નડિયાદ-ડાકોર હાઈવે પર વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી. નડિયાદ- ડાકોર રોડ પર સલુણ

નડિયાદ-ડાકોર હાઈવે પાસે વિચિત્ર અકસ્માત, ત્રણ મહિનાની બાળકી પર ટ્રકનું સ્પેર વ્હીલ પડતાં મોત

રાજ્યમાં નડિયાદ-ડાકોર હાઈવે પર વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી.  નડિયાદ- ડાકોર રોડ પર સલુણ પાસે અકસ્માતની વિચિત્ર ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાડા ત્રણ મહિનાની બાળકીનું મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે મધ્યપ્રદેશનો શ્રમિક પરિવારની બાળકી રસ્તાની સાઈડ પર રમી રહી હતી, તે દરમિયાન આઈસર ટ્રકનું સ્પેર વ્હીલ ટ્રોલી માંથી અચાનક ઉછળીને રોડ પર પડ્યું હતું. જ્યાં આ માસૂમ રમી રહી હતી.  

ટ્રકનું વ્હીલ બાળકી પર પડતાં મોત

સ્પેર વ્હિલ બાળકી પર પડતાં તે દબાઈ ગઈ હતી, અને ઘટનાસ્થળ પર જ માસૂમનું દર્દનાક મોત નિપજ્યું હતું. બાળકીના મૃતદેહને સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત, કેનોપીની, ફલાવર વેલી બનશે આકર્ષણનું કેન્દ્ર

મધ્યપ્રદેશનું શ્રમિક પરિવાર કામ અર્થે નડિયાદ આવ્યો 

મૂળ મધ્યપ્રદેશનું શ્રમિક પરિવાર કામ અર્થે નડિયાદ આવ્યો હતો. બાળકીનું અકાળે નિધન થતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. 

આ સમાચાર શેર કરો