મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાંકાનેર: PGVCLના કર્મચારીને ત્રણ શખ્સોએ ઢોર માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના વાંકાનેરમાં PGVCLના કર્મચારીને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહ

વાંકાનેર: PGVCLના કર્મચારીને ત્રણ શખ્સોએ ઢોર માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના વાંકાનેરમાં PGVCLના કર્મચારીને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા PGVCLના કર્મચારીને ઢોર માર માર્યો હતો.

આરોપીઓએ વિજળી વાપરી પણ લાઈટ બિલ ભર્યું જ નહોતું

 આરોપીઓએ વિજળી વાપરી પણ લાઈટ બિલ ભર્યું જ નહોતું, જેના કારણે કંપનીએ કર્મચારીને વીજ કનેક્શન કાપવા માટે મોકલ્યો હતો. PGVCLના કર્મચારીએ ચેકિંગ કર્યા બાદ વીજ કનેકશન કાપી નાખ્યું હતું. વીજ કનેકશન કાપી નાખતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાયા અને કર્મચારીને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  

ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

PGVCLના કર્મચારી હરપાલસિંહ ગોહિલે મહમદફરીદ કડીવાર, ગુલાબમોયુદ્દીન કડીવાર, યૂસફ કડીવાર સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી હતી.

આ સમાચાર શેર કરો