મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત, પાંચ ઘાયલ

રાજ્યમાં બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં

પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત, પાંચ ઘાયલ

રાજ્યમાં બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે એક અકસ્માત ગોધરા- હાઈવે પર થયો અને બીજો અકસ્માત સાયલા-લીંબડી હાઈવે પર થયો હતો.

પંચમહાલના ગોધરા – અમદાવાદ હાઇવેના ટુવા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત અને પાંચ  લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ છે.મહિલા બાધા પૂરી કરવા માટે ચાલીને ચોટીલા જઈ રહી હતી. જાણ્યા વાહને ટક્કર મારતા અક્સમાતમાં મેલાસણા કુંડલ ગામની મહિલાનું મોત થયુ છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.અને જોરાવરન ગર પોલીસે તપાસ શરૂ કરી છે.તે માટે હાઈવે પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી  છે.

આ સમાચાર શેર કરો