મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં પોલીસ પર હુમલાની ઘટનામાં ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ, બે હજુ ફરાર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં 5 રીઢા આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરતા સરકારી ગાડીને નુકસાન થયું છે. આરોપીઓએ ગાડી ઉપ

અમદાવાદમાં પોલીસ પર હુમલાની ઘટનામાં ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ, બે હજુ ફરાર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં 5 રીઢા આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરતા સરકારી ગાડીને નુકસાન થયું છે. આરોપીઓએ ગાડી ઉપર છરી વડે હુમલો કરતા પોલીસ કર્મચારીનો બચાવ થયો છે પરંતુ અનેક સવાલો પણ ઊભા થયા છે. નોંધનીય છે કે 2 દિવસ પેહલા મોરબીમાં પણ પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.

પોલીસે આ મામલે રોહિત ઠાકોર, કાર્તિક સોલંકી અને રૂતિક સિંહ ઉર્ફે મામા ઝાલા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીઓ પોતાના ફરાર સાગરીત રાહુલ ઉર્ફે ચોર અને અનિલ યાદવ સાથે મળીને બુધવારે રાતે પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો અને જેમાં પોલીસ ની સરકારી ગાડીને નુકસાન પણ થયું છે. આરોપીઓએ છરી વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેમાં ગાડીના કાચને નુકશાન થયું છે. મહત્વનું છે કે, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસે અન્ય જીલ્લાઓમાં સર્ચ કરી આરોપીઓને પકડી પાડ્યા છે.

ઘટનાની વાત કરીએ તો બુધવારે પોલીસ રાતે પેટ્રોલિંગમાં હતી તે સમયે બલોલ નગર ચાર રસ્તા પર પાન પાર્લર પાસે આરોપીઓ બેઠા હતા, ત્યારે પોલીસે દુકાન બંધ કરવાનું કહી આરોપીઓને ઘરે જવા સૂચના આપી હતી. આ સૂચના આપ્યા બાદ પોલીસ નિકળી ગઈ હતી ત્યારે પોલીસ ત્યાં વાહન ચેકીંગમાં હતી, તે સમયે આરોપીઓ નંબર વગરની કાર લઈને આવ્યા અને પોલીસ ગાડી ઉપર હુમલો કરીને ભાગી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે આ ગેંગનો મુખ્ય આરોપી રોહિત ઠાકોર છે અને આ ગેંગના સભ્યો સામે અગાઉ હત્યા, લુંટ, મારામારી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. હાલ પોલીસ ફરાર 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આરોપીઓને કાયદાની કોઈ બીક રહી નહીં?

આ સમાચાર શેર કરો