મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવા દરમિયાન પલ્ટી બોટ, 20 કલાક બાદ ત્રણ કર્મચારીઓ જીવિત મળ્યા

રાજ્યના કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ગઈ હતી. જેમાં ખાનગી ક

કચ્છ: ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવા દરમિયાન પલ્ટી બોટ, 20 કલાક બાદ ત્રણ કર્મચારીઓ જીવિત મળ્યા

રાજ્યના કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ગઈ હતી. જેમાં ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બન્યા હતા.જોકે 20 કલાકની શોધખોળ બાદ સલામત મળી આવ્યા હતા.

ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવા ગયા  તેદરમિયાન બોટ પલ્ટી

કંપનીના એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા અને ઓપરેટર આદર્શ કુમાર શુક્રવારે સાંજે અટપટા ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવા ગયા હતા.

ત્રણેય કર્મચારીઓનો સંપર્ક તૂટી ગયો 

આ દરમિયાન તેમની બોટ અચાનક પલટી જતાં ત્રણેય કર્મચારીઓનો સંપર્ક તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓએ તાત્કાલિક BSF, પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી.  

આ સમાચાર શેર કરો