મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ત્રણ દિવસની બાળકીને માતાએ દૂધ પીવડાવ્યા બાદ ઊંઘમાં નીપજ્યું મોત, પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં માસુમ બાળકોના થઈ રહેલા મોતને લઈને તંત્રથી લઈને માતા-પિતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્ય

સુરતમાં ત્રણ દિવસની બાળકીને માતાએ દૂધ પીવડાવ્યા બાદ ઊંઘમાં નીપજ્યું મોત, પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં માસુમ બાળકોના થઈ રહેલા મોતને લઈને તંત્રથી લઈને માતા-પિતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ત્રણ દિવસની બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બાળકી જાગી જ નહી

પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અન્સારી પરિવારની ત્રણ દિવસની બાળકીનું અચાનક મોત થયું હતું. બાળકી ખુશ્બુ શાહિદ અન્સારીને માતાએ દૂધ પીવડાવ્યું હતું. ત્યારબાદ સુવડાવી દીધી હતી. જો કે, થોડા સમય બાદ બાળકી ન ઉઠતા તેના માતા-પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા.

બાળકીને તપાસીને મૃત જાહેર કરી

મૃત બાળકીના પિતા શાહિદ અન્સારીએ કહ્યું કે, બાળકીનો જન્મ 31મી જુલાઈના રોજ થયો હતો. હજુ તો માંડ ત્રણ દિવસની હતી. અમારો પરિવાર ખુબ ખુશ હતો. જો કે આ ખુશી લાંબી ટકી નહોતી. આજે બાળકીને સુવડાવ્યા બાદ તે જાગી નહીં. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. અહીં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.

આ સમાચાર શેર કરો