પંચમહાલ: ગોધરામાં એક મકાનમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા ત્રણ બુકીઓ ઝડપાયા
પંચમહાલના ગોધરાના ભુરાવાવમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પા

પંચમહાલના ગોધરાના ભુરાવાવમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ત્રણ બુકીઓની ધરપકડ કરી છે. ત્રણ બુકીઓ પાસેથી 23 મોબાઈલ ફોન, 1 લેપટોપ સહિત 4.62 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોધરાના ભુરાવાવ વિસ્તારના કૃષ્ણનગર સોસાયટીના મકાનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ બુકીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બુકીઓ પાસેથી 23 મોબાઈલ ફોન 1 લેપટોપ 1 ટેબલેટ DVR મળી કુલ 4 લાખ 62 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ કેસમાં 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
આરોપી વિનોદ મુલચંદાની, નિતીન ખેમનાની, કમલેશ અસનાની વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.






