અમદાવાદ એરપોર્ટ અને સૂરતમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોર્ડ-પોલીસે તપાસ હાથ ધરી
ગુજરાતમાં સુરતની સ્કૂલને અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. છેલ્લા ઘણા દિ

ગુજરાતમાં સુરતની સ્કૂલને અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામી ભર્યો ઈ મેલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ જે ડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બીજી શાળાને પણ ઈ-મેલથી ધમકી આપવામાં આવી હતી. આ શાળાનું નામ લાન્સર આર્મી છે.
સ્કૂલના ID પર ધમકી ભર્યો ઈમેલ આવ્યો
સ્કૂલોના ID પર ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો. ઈ-મેલ મળ્યાની અંદર જ શાળા સંચાલકોએ પોલીને જાણ કરી હતી. પોલીસ, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. તાત્કાલિકના ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા. બન્ને સકૂલોમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.
એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને બોમ્બ સ્કવોર્ડ સહિત સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી હતી. અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાને લઈને મુસાફરો અને અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડીને સમગ્ર એરપોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી છે. આ ધમકીના પગલે અનેક ફ્લાઇટને અસર પડી શકે તેવી આશંકા છે. જોકે, હજુ સુધી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.






