મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના વડોદરા સહિત દેશના 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સઘન ચેકિંગ હાથ ધરાયું

ભારત સહિત વિશ્વભરમાં ધમકીભર્યા મેઈલ અને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ-એરપોર્ટ ઉડાવ

ગુજરાતના વડોદરા સહિત દેશના 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સઘન ચેકિંગ હાથ ધરાયું

ભારત સહિત વિશ્વભરમાં ધમકીભર્યા મેઈલ અને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ-એરપોર્ટ ઉડાવી દેવાની ધમકીઓનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. હવે મંગળવારે દેશભરના એકબાદ એક 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૌપ્રથમ વડોદરા, બાદમાં પટના અને જયપુર સહિત હવે દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી ફફડાટ ફેલાયો છે.

બોમ્બની ધમકી મળતા એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને તરત જ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તરત જ એરપોર્ટ પોલીસ અને CISFની ટીમ પટના એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બોમ્બ સ્કવોડની ટીમ પણ આવી પહોંચી હતી. મંગળવારે બપોરે લગભગ એક કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું પરંતુ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ પટના પોલીસ એલર્ટ મોડ પર છે. સાયબર સેલ અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક વધારાના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

રાજસ્થાનની 104 કોલેજોને પણ ધમકી

આ પહેલા જયપુરની SSG પરીક પીજી કોલેજ સહિત રાજ્યની 104 કોલેજોને બોમ્બની ધમકી મળી હતી. મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે કોલેજ મેનેજમેન્ટને મેલ દ્વારા આ ધમકી મળી હતી. મેલ મોકલનારએ લખ્યું હતુ કે, તમારી કોલેજમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. બોમ્બ કોઈકની બેગમાં છે. એક વ્યક્તિ કોલેજની અંદર રાઈફલ (બંદૂક) લઈને આવ્યો છે, તે બધાને ગોળી મારી દેશે. કોલેજ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. આ પછી પારીક કોલેજને ખાલી કરાવીને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો