મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગશે: રાજ્યના હજારો TRB જવાનો આજથી હડતાળ પર, સરકાર સામે કરી આ માંગ

જો આજે તમે ટ્રાફિકમાં ફસાશો તો બહાર કાઢવાવાળા TRBના જવાનો હાજર નહી હોય, મળતા અહેવાલ પ્રમાણે સ

ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગશે: રાજ્યના હજારો TRB જવાનો આજથી હડતાળ પર, સરકાર સામે કરી આ માંગ

જો આજે તમે ટ્રાફિકમાં ફસાશો તો બહાર કાઢવાવાળા TRBના જવાનો હાજર નહી હોય, મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર રાજ્યભરના ટ્રાફિક વિભાગમાં કામ કરતાં ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે.TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માંગ સતત કરી રહ્યા હતા.

300 લેખે મળતા પગાર ની સામે રૂ.500 રૂપિયા પગાર ચૂકવવાની માંગ 

હાલમાં રોજના રૂ.300 લેખે મળતા પગાર ની સામે રૂ.500 રૂપિયા પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.રાજ્યભરના છ થી સાત હજાર જેટલા  અને અમદાવાદના 1600થી વધુ TRB જવાનો  ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે.

ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો પણ નિભાવ્યો નહીં-TRB

સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો હતો, પણ તેનો અમલ કરવામાં આવ્યો નહોતો. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉઠાવ્યું છે.

આ સમાચાર શેર કરો