મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રીક્ષામાં બેસાડી લોકોને લૂંટી લેતા બે કેસનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો, આવી રીતે ચલાવતાં લૂંટ

સુરતમાં રીક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા છે. જેથી કતારગામ

સુરતમાં રીક્ષામાં બેસાડી લોકોને લૂંટી લેતા બે કેસનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો, આવી રીતે ચલાવતાં લૂંટ

સુરતમાં રીક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા છે. જેથી કતારગામ અને મહિધરપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. રેલવે કે બસ સ્ટેન્ડ પર વહેલી સવારે આવતા પેસેન્જરોને રીક્ષા માં બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતાં હતા. આરોપીઓ ઝડપાઈ જતાં મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ 27 ગુના નોંધાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. 

એક બાળ આરોપી પણ ઝડપાયો

ડીસીપી પીનાકીન પરમારે કહ્યું કે, બે ગુના નોંધાયા હતાં. વહેલી સવારે બસ કે ટ્રેન મારફતે આવનારને રીક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવતી હતી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. ઈમરાન ઉર્ફે બીડી કુલ 27 ગુનામાં અગાઉ ઝડપાયો હતો. નઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી ઝડપાયો છે. જ્યારે એક સલાબતપુરામાં ઝડપાયેલો છે. આ ચારેય આરોપીઓ આ પ્રકારના ગુનામાં માહેર છે. 

મુદ્દામાલ કબ્જે કરાયો

આરોપીઓ લોકોને પેસેન્જરને બેસાડતાં જેમાં ગેંગના માણસો પણ બેસતા હતાં. બાદમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટ ચલાવતાં હતાં.આવો જ બનાવ બન્યાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને બન્ને અલગ અલગ બનાવમાંથી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. સોનાની બુટ્ટી, બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ધાકધમકી આપીને લૂંટી લેવામાં આવતાં હતાં. આરોપીઓ સાથે ચપ્પુ પણ રાખતાં હતાં. કતારગામ અને મહિધરપુરામાં બન્નેમાં નોંધાયેલા ગુનામાં આ આરોપીઓ સામેલ હતાં. 

આ સમાચાર શેર કરો