મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના, સગીરા પર દુષ્કર્મ આચરતા પિતાનો આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષની સગી

સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના, સગીરા પર દુષ્કર્મ આચરતા પિતાનો આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી. 

બહેનપણીના પતિના કારણે ભાંડો ફૂટ્યો

બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઇલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી દેજે, પછી ઈન્ટરનેટ ચાલુ કરી મોબાઇલ રૂમમાં ગોઠવી દઈ એપ્લીકેશન ચાલુ કરી દેજે, જેથી હું મારા મોબાઇલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ. રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા. જેથી બહેનપણીના પતિએ મોબાઇલમાં સ્કીનશોર્ટ પાડી લીધો હતો. પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા હતા. જેમાં આખો મામલો સામે આવ્યો છે.

ફોટો વાઈરલ કરવાની ધમકી આપી

કતારગામમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી 22 વર્ષના યુવકે અપહરણ કરી બળાત્કાર કર્યો છે. યુવક સગીરાનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયો હતો. ઉપરથી યુવકે સગીરાના પાડેલા ફોટો સોશ્યિલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. હાલમાં કતારગામ પોલીસે ગુનો નોંધી 22 વર્ષીય યશ દુલર્ભ ટાંકની સામે રેપ અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી અમરોલીમાં રહે છે.

આ સમાચાર શેર કરો