દલાલને વાહન આપતાં પહેલાં સાવધાન! સુરતમાં વેપારીની મોંઘીદાટ BMW કારને આ રીતે વેચી મારી
સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઠગાઈના માસ્ટમાઈન્ડ અલગ અલગ તરકીબો અજમાવીને લોકો સા

સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઠગાઈના માસ્ટમાઈન્ડ અલગ અલગ તરકીબો અજમાવીને લોકો સાથે છેતરપિંડી કરતાં હોય છે. જેમાં વેપારીની મોંઘીદાટ કાર વેચવા માટે દલાલને આપી હતી. જો કે, દલાલે વેપારીને કારને બારોબાર વેચી મારીને ઠગાઈ કરી હતી.
આ પણ વાંચોઃમનોદિવ્યાંગ સગીરાને પીંખનારને સડશે સળિયા પાછળ, કોર્ટે નરાધમને ફટકારી 20 વર્ષની સજા
રૂપિયા ચાંઉ કરી ગયો
અલથાણમાં જમીન લે-વેચનું કામ કરતાં વેપારી પાસેથી વાહન દલાલે તેમની બીએમડબલ્યુ કાર ગ્રાહકને બતાવવાના નામે લઇ જઇ વેચી નાંખી હતી. આ કારના 12.50 લાખ રૂપિયા ચાઉં કરી ગયો હતો. વેપારી લાલજી પટેલની ફરિયાદ પર પોલીસે 31 વર્ષીય આરોપી પ્રતિક ઉર્ફે મયુર વિનુ રૈયાણીસામે ગુનો નોંધ્યો છે.
વાયદો ફોક થયો
14મી ઓકટોબર-23એ પ્રતિક વેપારી પાસેથી ગાડી લઇ ગયો હતો. થોડાક દિવસ બાદ વેપારીએ કારની માંગણી કરતાં તેણે ગાડી વેચાઇ ગયાનું કહી 50 હજાર આપી બાકી 12.50 લાખ બીજા દિવસે આપવા વાયદો કર્યો હતો. પરંતુ સમય 6 મહિને પણ રૂપિયા ન આપતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.








