મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાટું શ્યામ બાબાની યોજાઈ નિશાન યાત્રા, 5 કિમી યાત્રામાં ભાવિકો પર ડ્રોનથી ઈતર-પુષ્પ વર્ષા કરાઈ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ખાટું શ્યામ બાબાની દરવર્ષે યાત્રા યોજવામાં આવે છે. ફ્રેન્ડસ ઓફ શ્યામ સંસ્થાની ત્રીજી ખાટું શ્યા

સુરતમાં ખાટું શ્યામ બાબાની યોજાઈ નિશાન યાત્રા, 5 કિમી યાત્રામાં ભાવિકો પર ડ્રોનથી ઈતર-પુષ્પ વર્ષા કરાઈ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ખાટું શ્યામ બાબાની દરવર્ષે યાત્રા યોજવામાં આવે છે. ફ્રેન્ડસ ઓફ શ્યામ સંસ્થાની ત્રીજી ખાટું શ્યામ બાબાની ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૫૦૦ થી વધારે ભક્તો જોડાયા હતાં.

યુવાનોને ધર્મ તરફ વાળવા પ્રયાસ

2 વર્ષ પૂર્વ સુરત શહેરના CA રાહુલ અગ્રવાલ દ્વારા શરૂ કરાયેલી આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ધર્મ તરફ આગળ વધારવાનું છે. જે હેતુથી દર વર્ષે ફાગણ ઋતુની શરૂઆતમાં ખાટું શ્યામ બાબાની નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ 5 KMની યાત્રામાં ૨૫૦૦થી વધારે શ્યામ ભક્તો હાથમાં પોતાની મનોકામનાની ધજા હાથમાં લઇ સુરત વેસુ વિસ્તારમાં આવેલ ખાટું શ્યામ બાબાના મંદિરે પહોંચ્યા હતા.આ યાત્રામાં ભક્તો ઉપર ડ્રોનના માધ્યમથી ઈતર અને ફૂલોની વર્ષો કરવામાં આવી હતી.આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો હર્ષોલ્લાસની સાથે જોડાયા હતા.

આ સમાચાર શેર કરો