ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ભર્યું ફોર્મ, સોનલદેએ શહેર પ્રમુખ બનવા કરી અરજી
ગુજરાતમાં ભાજપ 700થી વધુ મંડલની રચના થશે. આજથી મંડલ રચના માટ

ગુજરાતમાં ભાજપ 700થી વધુ મંડલની રચના થશે. આજથી મંડલ રચના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે 25 ડિસેમ્બરની આસપાસ બુથ અને મંડલની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
હાલ ભાજપના સંગઠન પર્વની જાહેરાત બાદ કામગીરી વેગવાન બની છે. હવે ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત પહેલા સંગઠન પર્વની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સંગઠન પર્વ 2024ના પ્રથમ તબક્કામાં ભાજપના પ્રાથમિક સભ્યો, ત્યાર બાદ જે પ્રાથમિક સભ્યોએ 100 સભ્યો હોય તેમને ભાજપે સક્રિય સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ બંને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભાજપ સંગઠન પર્વ ત્રીજા તબક્કા એટલે કે બુથ સમિતિ, વોર્ડ પ્રમુખ, મંડલ પ્રમુખ અને ત્યાર બાદ ચોથા તબક્કામાં તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કામગીરી હાથ ધરાશે. સંગઠન પર્વને લઈ ગુજરાત ભાજપમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં બુથ સમિતિઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
હિંમતનગર પ્રમુખ પદ માટે સોનલદેએ ફોર્મ ભર્યુ
ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ફોર્મ ભર્યું છે. હિંમતનગર પ્રમુખ પદ માટે સોનલદેએ ફોર્મ ભર્યુ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સોનલદેએ ફોર્મ ભર્યું છે. થર્ડ જેન્ડર તરીકે ભાજપ સંગઠનના ચૂંટણી પંચે ફોર્મ સ્વીકાર્યુ.
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાની સમસ્યાઓથી તેઓ માહિતગાર હોવાનું જણાવ્યું છે. સોનલદે હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. રાજકારણમાં આવીને લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી ફોર્મ ભર્યુ હોવાનું જણાવ્યું છે.
નવ મહાનગરપાલિકા ઉમેરાતાં હવે તમામ મહાનગરોમાં એકથી વધુ પ્રમુખો નિમાશે
ભાજપ સંગઠનમાં થઇ રહેલા ફેરફારોમાં મહાનગરોમાં સિમાંકનને લઇને ખાસ ફેરફારો કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ સહિતના મોટા મહાનગરોમાં હવે એક જ પ્રમુખને બદલે મહાનગરોને પણ જિલ્લો ગણવામાં આવનાર છે. 40 વોર્ડ દીઠ એક પ્રમુખ બનાવવામાં આવી શકે છે. આની સાથે મહાનગર પાલિકાઓમાં નંબરથી વોર્ડની ઓળખ હાલ ચાલી રહી છે એને દેશભક્તો અને ક્રાંતિવિરોના નામ સાથે જોડવામાં આવનાર છે. એટલે કે અમુક નંબરથી ઓળખાતા વોર્ડને વીરભગતસિંહ, વીર ઝાંસીની રાણી વોર્ડ એમ ઓળખ આપવાનો મુસદ્દો રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવ્યો છે.








