ગુજરાત સરકારની સોમનાથમાં યોજાશે ચિંતન શિબિર, પંચાયત-નગરપાલિકાની ચૂંટણીને લઇને થઇ શકે છે ચર્ચા
ગુજરાત સરકારે 11મી ચિંતન શિબિર 21થી 23 નવેમ્બરે યાત્રાધામ સોમનાથમાં રાખી છે. આ ચિંતન શિબિરમાં વા

ગુજરાત સરકારે 11મી ચિંતન શિબિર 21થી 23 નવેમ્બરે યાત્રાધામ સોમનાથમાં રાખી છે. આ ચિંતન શિબિરમાં વાવ બેઠકનું શું પરિણામ આવશે તે અંગે પણ ચર્ચા થશે. આ વખતે શિબિર ફરજિયાત બનાવી દેવામાં આવી હોવાથી જેમના નામ છે, તેમણે ઉપસ્થિત રહેવું પડશે. તેમના વતી બીજા કોઇ પ્રતિનિધિ ભાગ લઇ શકશે નહીં, એટલું જ નહીં, અનિવાર્ય સંજોગોમાં જે તે અધિકારીએ રાજ્યના ચીફ સેક્રેટરીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આવતીકાલથી સોમનાથના સાનિધ્યમા ભાજપ ચિંતન શિબિર યોજાશે.
21 થી 23 તારીખ સુધી ચિંતન શિબિર
21 થી 23 તારીખ સુધી સરકારના મુખ્યમંત્રી સહીત કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ,સચિવો સોમનાથમાં રહેશે. પોલીસ તંત્ર દ્રારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ગત રાત્રિથી જ ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર પોલીસને બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: VIDEO: 'જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું', આહીર રેજીમેન્ટની માંગ ફરી બુલંદ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં ખ્યાતિકાંડને લઈને ચર્ચા થાય તેવી શક્યતાઓ રહેલી છે. ખ્યાતિકાંડ મામલે આરોગ્ય અને ગૃહ વિભાગે કયા કયા પગલાં લીધા તેની પણ સમિક્ષા કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં સોમનાથમા મળનારી ચિંતન શિબિર, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખાતરની અછતને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નિહાળશે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે સિટી ગોલ્ડમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળશે. PM મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ફિલ્મની કરી ચૂક્યા છે સરાહના, મુખ્યમંત્રીની સાથે સાથે પદાધિકારીઓ પણ આ ફિલ્મ નિહાળશે.






