મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: SRP આવાસમાં તસ્કરોનો તરખાટ, 4 મકાનના તાળા તોડી ચોરી કરી ફરાર

રાજ્યના પંચમહાલના ગોધરામાં તસ્કર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે, તસ્કરોના તરખાટન

ગોધરા: SRP આવાસમાં તસ્કરોનો તરખાટ, 4 મકાનના તાળા તોડી ચોરી કરી ફરાર

રાજ્યના પંચમહાલના  ગોધરામાં તસ્કર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે, તસ્કરોના તરખાટના પગલે શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગોધરા લુણાવાડા રોડ પર આવેલ SRP આવાસના ચાર મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી.

 તસ્કરોના તરખાટના પગલે શહેરીજનોને કરવા પડે છે ઉજાગરા

છેલ્લા કેટલા દિવસોથી સોસાયટી વિસ્તારોમાં તસ્કરોના તરખાટના પગલે શહેરીજનોને ઉજાગરા કરવા પડે છે. બીજી બાજુ પોલીસ આવાસોમાં જ તસ્કરોએ તરખાટ મચાવતાં પોલીસની સામે મોટો સવાલ છે.

આ પણ વાંચો: અમદાવાદ: 14 વર્ષની તરૂણીને પ્રેમ જાળમાં ફસાવીને શખ્સે દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

તસ્કર ટોળકીએ ગ્રામ્ય વિસ્તારોમાં નાની મોટી ચોરીને અંજામ આપ્યો

દિવાળીથી લઈને દેવદિવાળી સુધીમાં તસ્કર ટોળકી ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક નાની મોટી ચોરીને અંજામ આપી ચુકી છે, ત્યારે હવે આ ચોરો ક્યારે ઝડપાશે તે હવે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો