VIDEO: કડીમાં ધોળા દિવસે ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયાઓ ફરાર
મહેસાણાના કડીમાં ધોળા દિવસે ગાડીમાંથી લાખો રૂપિયા લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ક
મહેસાણાના કડીમાં ધોળા દિવસે ગાડીમાંથી લાખો રૂપિયા લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. કડીના એસ.વી. રોડ પર પાર્ક કરેલ ગાડીના કાચ તોડી બે લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સુજાતપુરના જિગ્નેશભાઈ પટેલ ગાડી પાર્ક કરી ઈસ્ત્રીના કપડાં લેવા ગયા હતા ત્યારે ચોરીની ઘટના બની હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




