રાજપીપળામાં સરકારી કર્મચારી ભાજપના સભ્ય બનાવતા હોવાના આરોપ સાથે ચૈતર વસાવાનું હલ્લાબોલ, પોલીસ સાથે થઈ ચકમક
નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા રાજપીપળા ખાતે જિલ્લા કલેકટર કચેરીમાં આમ આદમી પાર્ટીના કાર્

નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા રાજપીપળા ખાતે જિલ્લા કલેકટર કચેરીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે હલ્લાબોલ કર્યું હતું. લોકોને પડી રહેલી હાલાકીને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. લોકોના કામ થવાની જગ્યાએ સરકારી કર્મચારીઓ ભાજપના સભ્ય બનાવવાનું કામ કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. કલેક્ટર કચેરીએ ચૈતર વસાવા અને કાર્યકરોની પોલીસ સાથે ચકમક થઈ હતી.
કર્મચારીઓનો દૂરુપયોગ
પોલીસે રોકતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યુ કે, અમને રજૂઆત કરતાં પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં દારૂના અડ્ડા પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે. પરંતુ પોલીસે તે નથી જોતી અને પોલીસ ધમકાવવાનું કામ બંધ કરે.ભાજપના સદસ્યતા અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું અને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપીનું સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અમે જાતે જોયું કે ટીડીઓએ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે.મનરેગાને 13,000નો ટાર્ગેટ આપવામાં આવે છે, નાના સેજાવાળા તલાટીઓને 500 અને મોટા સેજાવાળા તલાટીઓને 800 ન ટાર્ગેટ આપવામાં આવ્યો છે.આ તમામના પુરાવા ડીડીઓ, કલેક્ટર અને એસપીને આપ્યા છે.
પોલીસનો ખુલાસો
ચૈતર વસાવાના આક્રમક વલણથી નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, ગત વર્ષ કરતાં આ વર્ષે દારૂના કેસ વધારે કરવામાં આવ્યા છે. આપ' ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાનો આરોપ પાયાવિહોણા હોવાનું કહેતા ઉમેર્યુ કે, પોલીસ પોતાની કાર્યવાહી સતત કરે જ છે. કરતી રહે છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે યોગ્ય કામગીરી થઈ રહી છે.








