મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 'કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી', ગેરકાયદે દબાણ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો

ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. હા

Ahmedabad news: 'કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી', ગેરકાયદે દબાણ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો

ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે કહ્યું અમે કોઈ મોનીટરીંગ એજન્સી નથી. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. પરંતુ કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી. જે જગ્યા અથવા વિસ્તારની ચર્ચા થાય છે, ત્યાં જ પહોંચીને કામ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે અને હજુ ફ્રેમ વર્ક ચાલે છે. રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવવા જોઈએ છે. રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે. તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે તેમને નહીં ફાળવો તો દબાણ કરશે. રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે વધુ એક વખત સમય માંગ્યો છે. આ મામલે 27 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો