સુરતમાં સિક્યોરિટી ગાર્ડ અને ટેન્કર ચાલકની મિલીભગતથી થતી કરોડોના કેમિકલની ચોરી, 4ની ધરપકડ
સુરત જિલ્લામાંથી ઠેર ઠેર ગેરકાયદેસર રીતે કેમિકલ હેરાફેરી વેચાણ તેમજ કૌભાંડ ઝડપાતું રહે છે. છેલ્

સુરત જિલ્લામાંથી ઠેર ઠેર ગેરકાયદેસર રીતે કેમિકલ હેરાફેરી વેચાણ તેમજ કૌભાંડ ઝડપાતું રહે છે. છેલ્લા એક મહિનામાં કામરેજ, કોસંબા જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલ, તેમજ જ્વલનશીલ પદાર્થો સ્થળ પરથી પોલીસ દ્વારા દરોડા પાડી ઝડપાતી રહી છે. ત્યારે જિલ્લા LCB પોલીસ સ્ટાફે બાતમી આધારે પોલીસે નેશનલ માંગરોળ ના સાવા ગામની સીમમાં હાઇવેને અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કરો ઉભા હતા. જે ટેન્કરમાંથી પ્લાસ્ટીકની મોટી પાઇપ મારફતે બેરલોમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. સ્થળ પરથી ત્રણ ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી હતી. અને એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, સત્તાર સમા નામનો ઈસમ જે હોટલ પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બનાવતો અને ટેન્કરો ચાલકો સાથે મળીને પાઇપ મારફતે ટેન્કરમાંથી સત્યારની મોનોમર નામનું કેમિકલ ચોરી કરી અલગ અલગ બેરલોમાં ભરી લેતા હતા. આ માટેનું દિશા સૂચન તેમને જાલિમ અને ઇમરાન નામના ઈસમો આપતા હતા. આ કેમિકલ પ્લાસ્ટિક કન્ટેન્ટમાં ફૂડ ઇન્સ્ટોલ માટે, કન્સ્ટ્રકશન મટીરીયલ બનાવવા માટે તેમજ ઇલેક્ટ્રોનિક ઈક્યુપમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોવાની જાણવા મળ્યું હતું. આ કેમિકલ ખુબજ કિંમતી હોઈ જેને લઈને કંપનીમાંથી ટેન્કરો ભરીને નીકળ્યા બાદ નક્કી કરેલ હોટેલ પર રોકી સિક્યુરિટી ગાર્ડ સાથે મળીને કેમિકલ ખાલી કરી લેતા હતા. આ મામલે પોલીસે સ્થળ પરથી રાજસ્થાન બાડમેરના બે ટેન્કર ચાલક ભૂરારામ ચૌધરી, રામારામ જાટ તેમજ એમ.પી છતરપુરના શુરેશ શાહુની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે પોલીસે સ્ટારની મોનોમર કેમિકલ 14 કેરબા અને 4 ટેન્કર, પાઇપો મળી પોલીસે 2,17,98,560 કરોડનો મુદ્દામાલ ઝપ્ત કર્યો. તેમજ 3 ટેન્કર ચાલક, 1 સિક્યુરિટી ગાર્ડને ઝડપી 2 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા. કેમિકલ ક્યાં સપ્લાય કરાતું કોણ ખરીદી કરતું હતું. તેમજ અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સામેલ છે તે બાબતે પોલીસે મુખ્ય સુત્રોધારો ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.





