અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચો

અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં ચોરી મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી
ચોરીને લઈને ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કહ્યું કે, 'ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી. પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે.' સમગ્ર મામલે આજે વિગતો સાથે આમ આદમી પાર્ટી દ્વારા FIR નોંધવા માટે ફરીયાદ આપવામાં આવશે






