મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પવિત્ર શ્રાવણ માસમાં શંકરના મંદિરમાં ચોરી, તસ્કરો 20 મિનિટમાં દાનપેટી સાફ કરી ફરાર

સુરતમાં શ્રાવણ માસમાં પણ તસ્કરો સુધરવાનું નામ ન લેતા હોવાનું સામે આવ્યુ છે. શ્રાવણ માસની શરૂઆત આ વખતે

સુરતમાં પવિત્ર શ્રાવણ માસમાં શંકરના મંદિરમાં ચોરી, તસ્કરો 20 મિનિટમાં દાનપેટી સાફ કરી ફરાર

સુરતમાં શ્રાવણ માસમાં પણ તસ્કરો સુધરવાનું નામ ન લેતા હોવાનું સામે આવ્યુ છે. શ્રાવણ માસની શરૂઆત આ વખતે સોમવારે થઈ છે. ત્યારે સોમવારની સવાર પડે તે અગાઉ જ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. મંદિરની દાનપેટીને તસ્કરોઅ નિશાને લીધી હતી.

અલગ અલગ મંદિરમાં ચોરી

પાલ ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાં 2થી 3 જેટલા ચોરોએ પ્રવેશ કરી મંદિરમાં મુકેલી દાનપેટી સાફ કરી હતી. 6થી 7જેટલા મંદિરની દાનપેટી તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી. ગત રોજ રાત્રે 2 વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી 20મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થયાં હતા. CCTVના આધારે સ્થાનિક પોલીસ સહીત બ્રાન્ચો ચોરોને પકડવા કામે લાગી હતી.

આ સમાચાર શેર કરો