વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર રેડ ઝોનના દાયરામાં, દર્શનાર્થી કે પ્રવાસી નહીં ઉપયોગ કરી શકે આ વસ્તુનો
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં વાર તહેવારે સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ દર્શનવ કરવાની સાથે સાથે આસપાસના સ્થળ

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં વાર તહેવારે સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ દર્શનવ કરવાની સાથે સાથે આસપાસના સ્થળ પર ફરવા માટે મોટી સંખ્યામાં આવે છે. તહેવારમાં તો હૈયાથી હૈયુ દળાય તેવી ભાડ સર્જાય છે. ત્યારે આ વચ્ચે સરકારે સોમનાથ મંદિરમાં રેડ ઝોન લાગું કર્યો છે.
સોમનાથ મંદિર તેમજ આસપાસના સ્થળો પર ડ્રોન કેમેરા પર પ્રતિબંધ
સરકારના આદેશ મુજબ સોમનાથ મંદિર તેમજ આસપાસના સ્થળો પર ડ્રોન કેમેરા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો, સરકારી કે પ્રાઇવેટ સેક્ટર મંદિરની જગ્યામા ડ્રોન કેમેરાના ઉપયોગ કરી શકશે નહીં.
સોમનાથ પોલીસે આ મામલે હોટલ એસેસીએશનને કરાઈ જાણ
સોમનાથ પોલીસે આ મામલે હોટલ એસેસીએશન, હોટલ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ કોઈ વ્યક્તિ ડ્રોન કેમેરા સાથે પકડાશે તો હોટલ માલિક પર પણ ફરિયાદ દાખલ થશે, ત્યાર બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે.






