મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના મોટાપીરનું અંડરબ્રિજ મોતના કૂવા સમાન, માસૂમ ભૂલકાઓ જીવ જોખમમાં મૂકી જાય છે સ્કૂલે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગની આગાહીના કારણે વિવિધ જિલ્લાઓ

કચ્છના મોટાપીરનું અંડરબ્રિજ મોતના કૂવા સમાન, માસૂમ ભૂલકાઓ જીવ જોખમમાં મૂકી જાય છે સ્કૂલે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગની આગાહીના કારણે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. કેટલાક સ્થળોએ જળબંબાકારની પણ સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. 

ત્રણ ચાર ફૂટ પાણી ભરેલા અંડરબ્રિજમાંથી પસાર થાય છે બાળકો

 કચ્છના મોટાપીર પર આવેલ અંડર બ્રિજ બાળકો માટે અને ત્યાંથી પસાર થતા લોકો માટે મોતના કુવા સમાન બની ગયું છે. વરસાદના પગલે ત્રણ ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આ અંડર બ્રિજમાંથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે.

કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ 

બીજી બાજુ બ્રિજની સામે શાળા આવેલી હોવાને કારણે બાળકોને જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે. માસુમ ભૂલકાઓ આ અંડરબ્રિજમાંથી રોજ પસાર થાય છે.  પાણી ભરાઈ જવાને કારણે ગંદકીનો પણ લોકોને સામનો કરવો પડે છે. સમસ્યાઓ હોવા છતાં પણ તંત્રની કામગીરી માત્રને માત્ર ખાડે ગઈ છે..

આ સમાચાર શેર કરો