મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી લવાશે મંદિર, આવતી કાલે નીકળશે ભવ્ય જળયાત્રા

ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક અને ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસ

સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી લવાશે મંદિર, આવતી કાલે નીકળશે ભવ્ય જળયાત્રા

ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક અને ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે 7 જુલાઈએ યોજાશે. આ રથયાત્રા મહોત્સવ પૂર્વે અતિમહત્ત્વની જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂનમ 22 જૂનના રોજ નીકળશે. આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિર લવાશે

ગંગાપૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે, ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે. આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપશે.

ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ

આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ કૈવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્યજી મહારાજ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત અન્ય મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત અગ્રણીઓ હાજર રહેશે.

આ સમાચાર શેર કરો