મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: દાઝી ગયેલી વિદ્યાર્થિનીની સારવાર મામલે શિક્ષકોએ હાથ અધ્ધર કરતા વિવાદ વકર્યો

ગોધરાની કાજીવાડા પ્રાથમિક શાળા ખાતે ધો-૮માં અભ્યાસ કરતી વિધાર્થિનીનો દાઝી જવાને મામલો વધારે બિચક્યો છે. જ્યાં જવ

ગોધરા: દાઝી ગયેલી વિદ્યાર્થિનીની સારવાર મામલે શિક્ષકોએ હાથ અધ્ધર કરતા વિવાદ વકર્યો

ગોધરાની કાજીવાડા પ્રાથમિક શાળા ખાતે ધો-૮માં અભ્યાસ કરતી વિધાર્થિનીનો દાઝી જવાને મામલો વધારે બિચક્યો છે. જ્યાં જવાબદાર શિક્ષકોએ વિધાર્થિ ની સારવારની ખાત્રી આપ્યા બાદ હાથ અધ્ધર કરી લેતા વિધાર્થિનીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

વિધાર્થિની ગંભીર રીતે દાઝી ગઈ હતી

વિધાર્થિની ગંભીર રીતે દાઝી જતા શાળા જ શિક્ષકો દ્વારા તેને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લાવવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિધાર્થીની સારવારની જવાબદારી પરીવારના સભ્યોની હાજરીમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી.

શિક્ષકોએ વિધાર્થિના પરિવારજનોના ફોન પણ ટાળ્યા

શિક્ષકો દ્વારા વિધાર્થિનીને વડોદરા ખાતે આવેલી ખાનગી મોંઘીદાટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અધ્ધર કરવાની સાથે વિધાર્થિનીના પરીવારજનોના ફોન રીસીવ ન કરતા હોવાનો પરીવારના સભ્યો ચિંતામાં મુકાયા  હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ સમાચાર શેર કરો