મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જંગલેશ્વરમાં 983 મકાનો તોડી પડાશે, 10 દિવસમાં ખાલી કરવાની રહીશોને તંત્રે ફટકારી નોટીસ

સોમનાથ,દ્વારકા પછી હવે રાજકોટમાં મહાપાલિકા દ્વારા મેગા ડિમોલીશનની તૈયારી હાથ ધરાઈ છે. આ

રાજકોટ: જંગલેશ્વરમાં 983 મકાનો તોડી પડાશે, 10 દિવસમાં ખાલી કરવાની રહીશોને તંત્રે ફટકારી નોટીસ

સોમનાથ,દ્વારકા પછી હવે રાજકોટમાં મહાપાલિકા દ્વારા મેગા ડિમોલીશનની તૈયારી હાથ ધરાઈ છે. આજી નદીના કાંઠે બાપુનગર સ્મશાનથી શાળા નં. 70 સુધી, એકતા કોલોની, જંગલેશ્વર વિસ્તારમાં દાયકાઓથી પૂરનું જોખમ છતાં જમીન પર ખડકાયેલા 983 મકાનો તોડી પાડવા મહાપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે. તો વોર્ડ નં. 2, 3માં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા તેમજ સીલ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

983 મકાનોમાં વસવાટ કરતા લોકોને 10 દિવસમાં ખાલી કરવાની નોટિસ 

કરોડો રૂ।.ની કિંમતની આશરે 20,000 ચોરસમીટર જમીનમાં આ દબાણો વર્ષોથી છે, જે દૂર કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા અગાઉ હજારો આવાસો બનાવાયા છતાં દબાણો દૂર થયા નથી. તાજેતરમાં ગત તા. 27ના શહેરમાં ભારે વરસાદ આવતા આજી નદીમાં પૂર આવતા આ સ્થળેથી 983ને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, ઈસ્ટઝોન સિટી ઈજનેર પરેશ અઢીયા પણ પૂરમાં ફસાતા રેસ્ક્યુ કરવું પડયું હતું.આ અન્વયે હવે 983 મકાનોમાં વસવાટ કરતા લોકોને 10 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાઈ છે અને મેગા ડિમોલીશનની તૈયારી શરૂ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કેટલોક એરિયા સંવેદનશીલ વર્ષોથી ગણાતો રહ્યો છે. 

મનપા દ્વારા વૈકલ્પિક જગ્યા આપવા આવાસો બનાવાયા

આજી નદી પાસે જ આવેલ લાલપરી-રાંદરડા તળાવ પાસે પણ મનપા સંચાલિત ઝૂ પર જવાના રસ્તા પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે જે કારણે આ ઐતહાસિક તળાવોનો વિકાસ થતો નથી. આ સ્થળે પણ મનપા દ્વારા વૈકલ્પિક જગ્યા આપવા આવાસો બનાવાયા છે જેની ફાળવણી પણ શરૂ કરી દેવાઈ છે. ઝૂ પાસે જ કરોડોના ખર્ચે ગીર જેવું લાયન સફારી પાર્કનું કામ હાલ ચાલી રહ્યું છે ત્યારે મનપા દ્વારા આ સ્થળે પણ ડિમોલીશન હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દબાણો સામે અને સ્થળના વિકાસ સામે પણ મનપા તંત્રએ દાયકાઓથી ઉપેક્ષા સેવી છે.

આ સમાચાર શેર કરો