મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ કલેકટર કચેરીમાં વચેટિયા મારફતે પૈસા લઈ દાખલા કઢાવવા મામલે તંત્ર એક્શન મોડમાં

આણંદની કલેકટર કચેરીમાંથી ગેરકાયદેસર રીતે દાખલો કઢાવી આપતા એજન્ટનો પર્દાફાશ થયો હતો. જ

આણંદ કલેકટર કચેરીમાં વચેટિયા મારફતે પૈસા લઈ દાખલા કઢાવવા મામલે તંત્ર એક્શન મોડમાં

આણંદની કલેકટર કચેરીમાંથી ગેરકાયદેસર રીતે દાખલો કઢાવી આપતા એજન્ટનો પર્દાફાશ થયો હતો. જેમાં એક મહિલા એજન્ટ દ્વારા દાખલો કાઢી આપવા માટે 1800 રૂપિયા લઈ રહી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટના બાદ આણંદ જીલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી એક્શનમાં આવ્યા અને કહ્યું કે, આવા પ્રકારના દલાલો સામે જાહેરનામું બહાર પાડવા આવ્યું છે અને કેટલાક કેસ પણ કરવામાં આવ્યા છે.

દાખલો કાઢી આપવા માટે રૂપિયા માંગવામાં આવી રહ્યા હોવાને મામલે સરકારી કચેરી કે દલાલો વચેટિયાનો અડ્ડો ન બને તે માટે કલેકટર દ્વારા તાકીદ કરાઈ રહી છે. સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા પૈસા આપવા પડે તે કેટલી શરમજનક વાત કહેવાય. કચેરીમાં પૈસાથી દાખલો કઢાવી આપવાનો વેપલો ખુલ્લો પડ્યો હતો જેના બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું.

વીડિયોમાં 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ કરવામાં આન્યો હતો. 2500 રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દાખલો કાઢી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. શું જાતિ અને આવકના દાખલા માટે આણંદ મામલતદાર કચેરીમાં નિયમોનું ચીરહરણ થઈ રહ્યું છે. એક જાગૃત નાગરિકે તેની હાલાકી અંગે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં 1800 રૂપિયામાં કોઈ પણ દસ્તાવેજ વગર દાખલો કાઢી આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો