મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લુખ્ખા તત્વોના આતંકને પગલે તંત્ર એક્શન મોડમાં, સુરતમાં 500 તો કચ્છ પોલીસે 1900 ગુનેગારોની બનાવી યાદી

ગુજરાતભરમાં અસામાજીક તત્વોનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી ગયો છે. એવામાં કાયદો-વ્યવસ્થા જાળ

લુખ્ખા તત્વોના આતંકને પગલે તંત્ર એક્શન મોડમાં, સુરતમાં 500 તો કચ્છ પોલીસે 1900 ગુનેગારોની બનાવી યાદી

ગુજરાતભરમાં અસામાજીક તત્વોનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી ગયો છે. એવામાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે. રાજ્યમાં અસામાજિક તત્ત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે.

જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે. સુરત પોલીસે અત્યાર સુધીમાં 500થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર લોકોની યાદી બનાવી છે. તેમજ ચેતવણી આપી છે કે, જો ગુનાહિત પ્રવૃત્તિઓ છોડશે નહીં, તો તેમની વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પગલાં લેવાશે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં આ  9 ગેંગ એક્ટિવ છે.

  • આસિફ ટામેટા ગેંગ
  • સજ્જુ કોઠારી ગેંગ
  • સુરજ કાલિયા ગેંગ
  • વિપુલ ગાજીપરા ગેંગ
  • રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ
  • લાલુ જાલીમ ગેંગ
  • બેન્ટી ગેંગ
  • અસરફ નાગોરી ગેંગ
  • મીંડી ગેંગ

અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ પોલીસ હવે ટપોરીઓ, હિસ્ટ્રીશીટરો, એનસીઆર રેકોર્ડ ધરાવનાર લોકો અને અન્ય અસામાજિક તત્વોની પણ યાદી બનાવી રહી છે. આ લોકોને તાકીદ કરવામાં આવશે કે, જો તેઓ સુધરશે નહીં, તો કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પણ 1900 જેટલા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવાઈ 

DGના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. પૂર્વ કરછમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની ખેર નહીં. પૂર્વ કરછ પોલીસ દ્વારા નામાંકિત ગુંડા અને લૂખા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં પૂર્વ કરછમાં કુલ 1900 જેટલા ગુંડાઓ અને અસામાજિક તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બળાત્કાર.હત્યામાં સામેલ,ખનિજ ચોર, લિસ્ટેડ બુલ્ટેગર, કુખ્યાત તેલ ચોરો, ગુંડાઓ સહિત લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો