મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં લગ્ન પ્રસંગે પાર્કિંગને લઈ બબાલ,સુરતમાં અસામાજીક તત્વોની જાહેરમાં મારામારી

ગુજરાતભરમાં અસામાજીક તત્વો દ્વારા મારામારીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેમાં પણ યુવાનોમાં લુખ્ખાગીરી અન

અમદાવાદમાં લગ્ન પ્રસંગે પાર્કિંગને લઈ બબાલ,સુરતમાં અસામાજીક તત્વોની જાહેરમાં મારામારી

ગુજરાતભરમાં અસામાજીક તત્વો દ્વારા મારામારીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેમાં પણ યુવાનોમાં લુખ્ખાગીરી અને દાદાગીરી સાથે મારપીટની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. એવામાં અમદાવાદ અને સુરતમાંથી મારામારીની ઘટના સામે આવી રહી છે.

અમદાવાદમાં લગ્ન પ્રસંગે પાર્કિંગને લઈ મારામારી

અમદાવાદમાં પાર્કિંગને લઈને મારામારીની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરના થલતેજના મોટા ઠાકોર વાસમાં ગઈકાલે મોડી રાત્રે મારમારીનો બનાવ બન્યો હતો. લગ્ન પ્રસંગે ગાડી પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ગાડી પાર્ક કરવા જતા બોલા ચાલી કરીને ઝગડો કર્યો હતો. ત્યારબાદ રાહુલે અશોક પર પાઇપ મારીને હુમલો કર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે મારમારી થઈ હતી. આરોપી રાહુલ પર પ્રોહીબીશન મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. બોડકદેવ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં અસામાજીક તત્વોનો જાહેરમાં આતંક

સુરત શહેરમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. બે યુવાનો દ્વારા એક યુવકને ઢોર માર માર્યો હતો. અગમ્ય કારણોસર માથાભારે યુવાનો અન્ય એક યુવકને મારી ધમકાવી રહ્યા છે. એવામાં એક માથાભારે યુવક દ્વારા અન્ય યુવાનને ઢોર માર મારવાનું શરું કરે છે. આવા અસામાજિક તત્વોને સ્થાનિક પોલીસની કોઈ પણ બીક નથી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો