જામખંભાળિયા: શ્રીનાથજીની હવેલીમાં પૂજા કરતા પરિવાર પર અસામાજીક તત્વોનો હુમલો, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સર્જાઈ હતી.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અસમાજીક તત્વો બેફામ બન્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ખંભાળિયામાં આવેલી શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો.
4 અસમાજીક તત્વોએ ધોકા પાઇપ વડે કર્યો હુમલો
જ્યાં શ્રીનાથજી હવેલીમાં ધાર્મિક ઉત્સવમાં ફટાકડા ફોડી રહેલા હવેલીના લોકો પર 4 અસમાજીક તત્વોએ ધોકા પાઇપ વડે કર્યો હુમલો.આ હુમલા માં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.




