પુરવઠા વિભાગે એકસાથે NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવી, ખોટી રીતે અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોમાં ફફડાટ
રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઇ શકે, તેવા અહેવાલ છે. સમગ્ર રાજ્યમાં લાખો રેશનકાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાઓની માંગણી કરવામાં આવી છે. આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં પુરવઠા વિભાગે એકસાથે NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જ ખુલાસાઓ કરવાની તાકીદ કરી છે. અમદાવાદની પંદર ઝોનલ કચેરીઓ દ્વારા રેશનકાર્ડમાં અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો કે જે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ મેળવી રહ્યા છે કે જેઓ પાત્રતા ધરાવતા નથી, તેવા તમામ

રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઇ શકે, તેવા અહેવાલ છે. સમગ્ર રાજ્યમાં લાખો રેશનકાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાઓની માંગણી કરવામાં આવી છે. આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં પુરવઠા વિભાગે એકસાથે NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જ ખુલાસાઓ કરવાની તાકીદ કરી છે.
અમદાવાદની પંદર ઝોનલ કચેરીઓ દ્વારા રેશનકાર્ડમાં અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો કે જે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામુલ્યે અનાજ મેળવી રહ્યા છે કે જેઓ પાત્રતા ધરાવતા નથી, તેવા તમામ બારકોડ NFSA રેશનકાર્ડ ધારકોને આ નોટિસો પાઠવવામાં આવી રહી છે.
આ નોટિસમાં આવકવેરો ભરતા અને વાર્ષિક આવકના આંકડા દર્શાવીને તેમજ GST નંબર ધરાવતા હોય તો તે પણ અને ખેતીવાડી હેઠળ કેટલી જમીન ધરાવે છે તેની યાદી મેળવીને રેશનકાર્ડ ધારકોને ટપાલથી જાણ કરવાની બાબત જણાવા કહેવાઈ છે. આને લઈ ખોટી રીતે અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભારત સરકારના સોફટવેર થકી માહિતીના આધારે આ નોટિસ પુરવઠા વિભાગે શહેરની પંદર ઝોનલ કચેરીઓ દ્વારા રેશનકાર્ડ ધારકોને મોકલવાનું શરુ કર્યું છે. સાચા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય અને કોઈ ગરીબ કે શ્રમજીવી જરુરિઆતમંદ પરિવાર આ પધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજથી વંચિત ના રહી જાય, તે હેતુથી ખોટી રીતે અનાજ મેળવી રહેલ રેશનકાર્ડ ધારકો સામે આ કામગીરી કરવામાં આવી રહી છે.








