સાબરમતી સ્ટેશનથી ઉપડતી આ ટ્રેનોનું સ્ટોપેજ કાયમી ધોરણે બદલાયું, રેલવે મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમા

અમદાવાદ શહેરમાં મુસાફરોને વધુ અનુકૂળ અને સરળ રેલવે જોડાણ મળે તે હેતુથી રેલવે મંત્રાલય દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26 ઓગસ્ટ, 2026થી અત્યાર સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડતી 3 જોડી એક્સપ્રેસ ટ્રેનો હવે કાયમી ધોરણે ગાંધીગ્રામ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવશે. આ ફેરફારથી મધ્ય અને ઉત્તર અમદાવાદના મુસાફરોને મોટી રાહત મળશે.
ચાંદખેડામાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યું
રેલવે બોર્ડના આ નિર્ણય અનુસાર, ટ્રેન નં. 14821-22 ગાંધીગ્રામ-જોધપુર દૈનિક એક્સપ્રેસ, ટ્રેન નં. 12587-88 ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ (અઠવાડિયામાં 4 દિવસ) અને ટ્રેન નં. 22547-48 ગાંધીગ્રામ-ગ્વાલિયર સુપરફાસ્ટ (અઠવાડિયામાં 3 દિવસ) હવે ગાંધીગ્રામથી જ દોડશે. આ તમામ ટ્રેનોને ચાંદખેડા રોડ સ્ટેશન પર 2 મિનિટ માટે વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે. સમયની વાત કરીએ તો, જોધપુર એક્સપ્રેસ સવારે 7 કલાકે જ્યારે આગ્રા કેન્ટ અને ગ્વાલિયર સુપરફાસ્ટ ટ્રેનો સાંજે 4.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશનથી રવાના થશે.




