VIDEO: સાબરમતીના છારાનગરમાં ફસાયેલા 11 લોકોનું રેસક્યુ
અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા. સાબરમતીના છારાનગર સ્થિત રબારીવાસમાં મકાનોના ધાબા પર ફસાયેલા લોકોની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ 11 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવાયેલા લોકોમાં વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાથી વિશેષ સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી હતી. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.



