VIDEO: સાબરમતીમાં ગોકુલધામ સોસાયટી જળબંબાકાર
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટી

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. પાણીના દબાણથી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આખી રાત પાણી કાઢવાની મહેનત છતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે પાણીના નિકાલ અંગે સવાલો ઉઠાવ્યા છે.




