મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રસિકપુરા નજીક સાબરમતીના પુલ પર ફરી ગાબડું

ખેડાના રસિકપુરા સાબરમતી પુલ પર રોડ બેસી જતા રસ્તો બંધ કરાયો છે. પુલના છેડે ભારે વરસાદ બાદ ફરીથી મોટું ગાબડું પડતાં

તસવીર: gstv

ખેડાના રસિકપુરા સાબરમતી પુલ પર રોડ બેસી જતા રસ્તો બંધ કરાયો છે. પુલના છેડે ભારે વરસાદ બાદ ફરીથી મોટું ગાબડું પડતાં સ્થાનિકોની ચિંતા વધી છે. ગયા વર્ષે પણ આ જ સ્થળે ગાબડું પડ્યું હોવા છતાં, માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે કોઈ કાયમી નિકાલ લવાયો નથી. ગામના સરપંચે કહ્યું કે, તંત્ર દર વર્ષે માત્ર માટી-કપચી નાખી કાગળ પર કામગીરી બતાવી સંતોષ માની લે છે. સ્થાનિકોએ પુલનું તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરી કાયમી સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો