ભારત-પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ મોડ પર
ભારત-પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને પગલે રાજ્યના દરેક વહીવટી તંત્ર અલર્ટ મોડ

ભારત-પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને પગલે રાજ્યના દરેક વહીવટી તંત્ર અલર્ટ મોડ ઉપર જોવા મળ્યા છે. જેને લઇને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યાં લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોએ સિક્યોરીટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને પૂરતા પ્રમાણમાં સ્ટાફની દુવિધાઓ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ રાજ્યના તમામ અધિકારીઓની રજા પાછી ખેંચી સ્ટેન્ડબાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના આરોગ્યકર્મીઓની રજા કરાઈ કેન્સલ
એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કારવામાં આવી છે. રાજાપર ગયેલા તમામ તબીબોને સાંજ સુધીમાં ડ્યુટી પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સહિતને માહિતઈ આપવામાં આવી છે. આ સાથે જ શહેરની સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
માંગરોળમાં માછીમારોને પરત બોલાવવામાં આવ્યા
પાકિસ્તાનની વધતી જાતિ અવરચંડાઈને પગલે જૂનાગઢના માંગરોળ બંદરમાં એક હજાર જેટલી ફિશિંગ કરવા ગયેલી બોટોને પરત બોલાવવામાં આવી છે. હજુ 400 જેટલી બોટ આજ સાંજ સુધીમાં માંગરોળ બંદરે પરત ફરશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. હાલ માનગરોલના દરિયાકિનારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરિયાની અંદરથી પરત ફરેલી બોટનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે દરીયા કીનારાની તમામ હીલચાલ ઉપર મરીન કમાન્ડો દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે
સુરેન્દ્રનગરમાં કરાઇ લોખંડી સુરક્ષા
સુરેન્દ્રનગરમાં રેલવે મથકો, મંદિરો, જળાશયો ડેમો અને ખાસ કરી લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોએ સામાન્યન જનતાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા 200થિ વધુ હોસ્પિટલમાં બેડ, દવાઓ અને સ્ટાફની સુવિધાઓ કરવાની સૂચના અપાવામાં આવી છે. બ્લડ બેંકોમાં પણ લોહીની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તમામ અધિકારીઓને રજા રદ્દ કરીને સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આર્મી, પોલીસ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ખાસ બેઠક યોજી 4000 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. 40 PGVCL, 10 RMB વિભાગની ટીમોને કાર્યરત કરવામાં આવી છે. SOG બોમ્બસ્ક્વોડની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સાથે જ ડોગસ્ક્વોડ સહિતની ટિમો પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદમ લોકોનું ચેકિંગ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધ વચ્ચેના તણાવ જેવી પરિસ્થિતિનેન લઈને સજ્જ બન્યું છે.
મહેસાણા જિલ્લા કચેરીએ બનાવાઇ 12 જેટલી કમિટી
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજવા માં આવી હતી. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આવનારા સમયમાં યુદ્ધની સ્થિતિ વધુ ઘેરી બને અને સ્થાનિક કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓની જરૂરીયાતો ઉભી થાય એ માટે જિલ્લાના તમામ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઈ છે અને હેડ ક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે યુદ્ધની સ્થિતિ સર્જાય અને ઇમરજન્સી સેવાઓની જરૂર ઉભી થાય તો આ અંગે મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. આ માટે ડિફેન્સીસ સર્વિસ માટે કોમ્યુનિકેશન સર્વિસ, કેજયુલિટી સર્વિસ, ફાયર ફાઈટર, રેસ્ક્યુ, વેલ્ફેર, ટ્રાન્સપોર્ટ અને સપ્લાય સર્વિસ જેવી જરૂરી 12 જેટલી સર્વિસ કમીટીઓ બનાવવામાં આવી છે. આ તમામ જરૂરી કમીટીઓના વડાઓની નિમણૂંક કરી તેમની સેવા માટે જરૂરી પ્રસાધનો અને સ્ટાફ ખડેપગે રાખવાની સાથે રિપોર્ટ કરવા મહેસાણા જિલ્લા કલેક્ટર સૂચનાઓ આપી છે.
ઉમરગામના દરિયા કિનારે ઊભી કરાઇ ચેકપોસ્ટ
દેશમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારો પર હથિયારધારી પોલીસ સહિત દૂરબીનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે વાગી રહેલા યુદ્ધના ભણકારામાં દરિયાઈ સુરક્ષા વધુ અહેમિયત ધરાવે છે. ઉમરગામના દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે મહત્વની વાત છે 'કે ઉમરગામ તાલુકો મહારાષ્ટ્રની દરિયાઈ હદ સાથે જોડાયેલો વિસ્તાર છે. જેના કારણે સુરક્ષાના મુદ્દે પોલીસ સતર્ક બની છે. દરિયા કિનારે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે.
અમરેલીમાં માછીમારોને તંત્ર દ્વારા અપાઈ સૂચના
અમરેલીમાં જાફરાબાદના દરિયાકાંઠે સરકારની સૂચનાનું પાલન કરવા નગરપાલિકા દ્વારા આદેશ કરવામાં આવી છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોનેપણ પાછા બોલાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જાફરાબાદની નગરપાલિકા દ્વારા માઈકની મારફતે માછીમારોને યોગ્ય સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી સરકારની આગામી સૂચના મળે નહીં તેય સુધી દરિયો નહીં ખેડવાની સૂચના નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે.
બનાસકાંઠામાં કલેકટર કચેરીએ શરૂ કરાયો કન્ટ્રોલ રૂમ
ભારત-પાક વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિને લઈ બનાસકાંઠાના સરહદીય વિસ્તારના ગામડાઓના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ રહી છે. ત્યારે આપત્કાલીન સ્થિતિને પહોચી વળવા બનાસકાંઠા જિલ્લા પાલનપુરમાં આવેલ કલેકટર કચેરીએ જિલ્લાનું કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી ટેસ્ટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઈન સેટેલાઈટ ફોન તેમજ લેન્ડ લાઈન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કોઈ પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ સુવિધાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે. આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર પર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે.






