અમરેલી: STના ડ્રાઈવરે મોપેડ ચાલકને લીધો અડફેટે, આધેડનું ઘટનાસ્થળે મોત
'એસટી અમારી, સલામત સવારી' ના સ્લોગનવાળી બસ અમરેલીના રહેવાસી માટે આફત સાબિત થઈ છે. અમરેલીના નાગપાથ બસ સ્ટોપ પાસે એસટી બ

'એસટી અમારી, સલામત સવારી' ના સ્લોગનવાળી બસ અમરેલીના રહેવાસી માટે આફત સાબિત થઈ છે. અમરેલીના નાગપાથ બસ સ્ટોપ પાસે એસટી બસની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે. મોપેડ સવાર વ્યક્તિ અમરેલી બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં પાછળથી અચાનક એસટી બસે મોપેડને ટક્કર મારતાં આધેડ વયના હસમુખ વ્યાસ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
હસમુખ વ્યાસ અમરેલી બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં, તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અમેરલીથી ભોરીંગડા રૂટની બસે મોપેડ સવારને અડફેટે લીધો હતો. બસની ટક્કર લાગતા જ મોપેડ સવાર ત્યાં જ નીચે પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. મોપેડ સવાર સાથેનો આ અકસ્માત જોઈને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં. અકસ્માતે હાજર વ્યક્તિઓ તુરંત જ ઘાયલને દવાખાને સારવાર માટે લઈ ગયાં. જોકે, દવાખાને પહોંચતા જ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.
પરિવારમાં શોકનો માહોલ
બસની અડફેટે આવીને મૃત્યુ પામેલા હસમુખ વ્યાસ અમરેલીના જ ચિતલ રોડ પર રહેતા હતાં. એસટી બસની સલામત સવારી વ્યાસ માટે અસલામત સાબિત થઈ છે. અકસ્માતે મૃત્યુથી હસમુખના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.






