અમદાવાદ: પથ્થરમારાનો મામલો, સેશન્સ કોર્ટે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓના જામીન ફગાવ્યા
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારાના મામલે મોટ

અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારાના મામલે મોટો અહેવાલ સામે આવ્યા છે. પથ્થરમારાના મામલામાં સેશન્સ કોર્ટે 5 આરોપીના જામીન ફગાવી દીધા છે. કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ પાંચેય આરોપી વર્તમાન સમયમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
પથ્થરમારામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે પથ્થર મારો થયો હતો, જેમાં 7 લોકોને ઈજા પહોંચી હતી. આ પથ્થરમારામાં પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કર્મરાજસિંહને પથ્થર વાગતા તેઓ બેભાન થયા હતા.




