મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સૌરાષ્ટ્રના લોક મેળાની તડામાર તૈયારીઓ, TRP કાંડ બાદ નથી જાગ્યું તંત્ર; સોઇલ ટેસ્ટ રિપોર્ટ વગર રાઇડો ઉભી થઇ

રંગીલા રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા ધરોહર લોકમેળાના પ્રારંભ થવા માટે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યા

રાજકોટ: સૌરાષ્ટ્રના લોક મેળાની તડામાર તૈયારીઓ, TRP કાંડ બાદ નથી જાગ્યું તંત્ર; સોઇલ ટેસ્ટ રિપોર્ટ વગર રાઇડો ઉભી થઇ

રંગીલા રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા ધરોહર લોકમેળાના પ્રારંભ થવા માટે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે સંચાલકો દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

રાઇડ સંચાલકો દ્વારા રાઇડ ચાલુ કરવામાં આવશે

સામાન્ય રીતે ઉજવણીમાં લોકો જોશમાં આવી જતા હોય છે, પરંતુ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે.સોઈલ ટેસ્ટનો રિપોર્ટ આવે તેમાં ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ રાઇડ સંચાલકો દ્વારા રાઇડ ચાલુ કરવામાં આવશે.

 લોકમેળાને લઇને લોકોમાં ઉત્સાહ

રાજ્ય સરકારની SOPનું પાલન કરવા માટે પ્લોટ ધારકો અને રાઇડ સંચાલકો તંત્રની ભારે સમજાવટ બાદ તૈયાર થયા છે. લોકમેળાને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્લોટ ધારક વિરેન્દ્રસિંહ ગોહિલે વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે જમીનનો સોઈલ્ડ ટેસ્ટ કરાવ્યો.રિપોર્ટ બે દિવસ પછી આવશે, અહીં જમીન પથરાળ હોવાથી ટેસ્ટ પાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ પ્રાયોગિક ધોરણે રાઈડ્સ ઉભી કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો