મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોર્ડની પૂરક પરીક્ષા: ધોરણ-10 અને ધોરણ 12નું એક સાથે બપોરે 12 વાગ્યે પરિણામ થશે જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડે 24 જુનથી 4 જુલાઈ દરમ્યાન પૂરક પરીક્ષા લીધી હતી. ગુજરાત

બોર્ડની પૂરક પરીક્ષા: ધોરણ-10 અને ધોરણ 12નું એક સાથે બપોરે 12 વાગ્યે પરિણામ થશે જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડે 24 જુનથી 4 જુલાઈ દરમ્યાન પૂરક પરીક્ષા લીધી હતી. ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજી વાર બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉ મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ છે. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાઈ છે.

ધોરણ 10,12 સાયન્સ અને 12 કોમર્સના કુલ 2.38 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ

12 સાયન્સમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અગાઉ પાસ છે, પરંતુ તેમ છત્તાં વધુ સ્કોર માટે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10,12 સાયન્સ અને 12 કોમર્સના કુલ મળીને 2.38 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડ દ્વારા બપોરે 12 કલાકે જાહેર કરવામાં આવશે.

પૂરક પરીક્ષાના પરિણામ ગત વર્ષ કરતાં વધુ આવે તેવી શક્યતા 

આ પરિણામ જાહેર થવા સાથે 12 સાયન્સ પછીના ઈજનેરી અભ્યાસક્રમમાં મેરિટમાં પણ ફેરફાર થશે, હાલ ઈજનેરીમાં પ્રવેશ માટે નવું રજિસ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના  મુખ્યબોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે ઘણું ઊંચું આવ્યું છે, ત્યારે પૂરક પરીક્ષાના પરિણામ ગત વર્ષ કરતાં વધુ આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો