મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: આજે જાહેર થશે 12નું પરિણામ, જાણો કઈ રીતે જાણી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સ

Gandhinagar news: આજે જાહેર થશે 12નું પરિણામ, જાણો કઈ રીતે જાણી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.

કઈ રીતે જાણી શકશો પરિણામ

  • વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે.
  • વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર -6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

 સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ

  • સૌ પ્રથમ www.gseb.org પર જવું.
  • હવે Gujarat HSC Result લીંક પર ક્લીક કરો.
  • હવે લીંકમાં સીટ નંબર એન્ટર કરો.
  • હવે તમને માર્કશીટ જોવા મળશે.

રજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજ-કેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ વર્ષે ધો.12 સાયન્સ તેમજ વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં પણ જલ્દી પરિણામ જાહેર કરવામાં આવશે. જલ્દી પરિણામ આવી જતા વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધી સમસ્યાઓ જલ્દી સમાપ્ત થઈ જશે.   

આ સમાચાર શેર કરો