સાબરકાંઠા: હિંમતનગર સબજેલમાં દુષ્કર્મના આરોપીએ ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા
સાબરકાંઠા: હિંમતનગર સબજેલમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દુષ્કર્મના આરોપીએ સબજેલની બેરેક

સાબરકાંઠા: હિંમતનગર સબજેલમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દુષ્કર્મના આરોપીએ સબજેલની બેરેક નંબર 11માં ટોયલેટના વેન્ટિલેશનના સળિયા સાથે નાયલોન દોરી બાંધી જીવન ટૂંકાવ્યું છે.
હિંમતનગર સબજેલમાં ફાંસો ખાઈ આપઘાત કરતા આરોપી યુવકનું મોત થયું છે. આરોપી યુવકની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા અમદાવાદ મોકલવામાં આવી છે. આરોપી પુત્રના જામીન માટે ખોટા દસ્તાવેજ રજૂ કરતા પિતા સામે ફરિયાદ નોંધાઈ હતી. પિતા સામે ગુનો નોંધાયા બાદ આરોપી પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આરોપી વિપુલ સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો ગત જુલાઇ માસમાં નોંધાયો હતો.




