ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી
Gujarat weather update: કચ્છ, સૌરાષ્ટ્ર

Gujarat weather update: કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે સોમવારે (8 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યા સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના 13થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે હવે આવતીકાલ મંગળવાર(9 સપ્ટેમ્બર)થી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જોકે, કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે ફક્ત કચ્છમાં યલો એલર્ટ
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આવતીકાલ(9 સપ્ટેમ્બર)થી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં કાલે ફક્ત કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 9 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના છૂટછાવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, આવતીકાલ મંગળવાથી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે








