મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના બે ઉપદંડકને મંત્રીપદ અપાતાં જગ્યા ખાલી પડી, હાઈકમાન્ડ કોને જવાબદારી સોંપશે?

રાજ્યમાં થોડાક સમય પહેલાં જ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.&n

ભાજપના બે ઉપદંડકને મંત્રીપદ અપાતાં જગ્યા ખાલી પડી, હાઈકમાન્ડ કોને જવાબદારી સોંપશે?

રાજ્યમાં થોડાક સમય પહેલાં જ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.  નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે વિધાનસભા શાસક પક્ષના બે ઉપદંડકની નિયુક્તિ થશે. બે ઉપદંડકને મંત્રીપદ અપાયું છે, ત્યારે જગ્યા ખાલી પડી છે, જેના કારણે લાભપાંચમ પછી ગમે તે ઘડીએ બે ઉપદંડકની નિમણૂંક કરાશે. પહેલીવાર એવું થયું છેકે ભાજપના બે વર્તમાન ઉપદંડકને મંત્રીપદ અપાયુ છે. ઉપદંડક રમણ સોલંકીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે કૌશિક વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.

કૌશિક વેકરિયા રાજ્યકક્ષાના મંત્રી

કૌશિક વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવુએ રાજકીય પંડિતોને અંચબો પમાડે તેમ છે કેમકે પાયલ ગોટી પ્રકરણમાં વેકરિયાને લીધે જ સરકારના માથે માછલાં ધોવાયા હતાં. પાટીદારોની નારાજગી વ્હોરવી પડી હતી. એ તો ઠીક, મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં જ ખુદ સી.આર.પાટીલ સાથે વેકરિયાને ફોન પર ખરુખોટું સાંભળવું પડ્યું હતું. આ જોતાં વેકરિયાનીતો ઉપદંડક પદેથી પણ વિદાય નક્કી હતી. આમ છતાંય તેમની લોટરી લાગી છે.

રમણ સોલંકીને કેબિનેટ મંત્રી 

હવે જ્યારે રમણ સોલંકી અને કૌશિક વેકરિયાને મંત્રી બનાવાય છે ત્યારે બે ઉપદંડકની જગ્યા ખાલી પડી છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને કચ્છને મહત્ત્વ અપાયું છે, ત્યારે જાતિગત અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખી બે ઉપદંડકની નિમણૂંક કરાશે. મધ્ય ગુજરાતમાંથી ઉપદંડકની પસંદગી થાય તેવી અટકળો છે. 

જીતુ વાઘાણી સરકારના મુખ્યપ્રવક્તામંત્રી બની શકે 

આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં રિ-એન્ટ્રી મારતાં જીતુ વાઘાણીનું રાજકીય કદ વધ્યું છે. ઋષિકેશ પટેલના સ્થાને હવે વાઘાણી સરકારના મુખ્યપ્રવક્તામંત્રી બની શકે છે. મંત્રીમંડળમાં થયેલાં ફેરફાર બાદ જીલ્લા પ્રભારી મંત્રી બદલવા પણ કવાયત હાથ ધરાઈ છે. 10 મંત્રીઓને પડતા મૂકાયાં છે, ત્યારે 20 જીલ્લામાં ફરીથી પ્રભારી મંત્રીની નિમણૂંક કરવી પડે તેમ છે. 

આ સમાચાર શેર કરો