Vadodara: ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલો, પીડિતાનો મોબાઈલ શોધવા વિશ્વામિત્રી નદીમાં પોલીસ કરશે શોધખોળ
ભાયલી પાસે વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના અને મોબાઇલ લૂંટના પગલ

ભાયલી પાસે વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના અને મોબાઇલ લૂંટના પગલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાનો મોબાઈલ મોબાઇલ પણ પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થિનીનો મોબાઇલ લૂંટીને નરાધમોએ વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો
મળતા અહેવાલ મુજબ વડોદરામાં રહેતી વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ સાથે બીજી નવરાત્રિના દિવસે ભાયલી ગામની સીમમાં સૂમસામ રોડ પર ડિવાઇડર પાસે બેઠા હતાં ત્યારે પાંચ નરાધમોએ આવીને પોલીસની ભાષામાં વિદ્યાર્થિની તેમજ તેના બોયફ્રેન્ડને ધમકાવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરીને પીડિતાને ધમકીઓ પણ આપી હતી. વિદ્યાર્થિનીનો મોબાઇલ લૂંટીને નરાધમો ફરાર થઇ ગયા હતાં.
પાંચેય આરોપીઓ હાલ પોલીસ પકડમાં
આ ગુનાની ફરિયાદ બાદ ગઇકાલે પાંચેય નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં લૂંટમાં ગયેલો મોબાઇલ નરાધમ મુન્નાએ વડસરરોડ પર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. આ મોબાઇલ પણ પોલીસને શોધવો મોટો પડકાર થઇ ગયેલ છે. આવતીકાલે પોલીસ દ્વારા મોબાઇલ શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.






