ક્ષત્રિયોના વિરોધ પછી પાટીદારો આવ્યા રૂપાલાના સમર્થનમાં, સોશિયલ મીડિયામાં શરૂ કર્યું અભિયાન
ક્ષત્રિયોએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપને આજ સાંજ સુધી અલ્ટિમેટમ આપ્યું છે. એટલું જ નહીં, જો ર

ક્ષત્રિયોએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપને આજ સાંજ સુધી અલ્ટિમેટમ આપ્યું છે. એટલું જ નહીં, જો રૂપાલાની ટિકિટ રદ નહી કરાય તો લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. સોશિયલ મીડિયામાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને ઉતર્યા છે.
અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટીએ ભાજપની સમાધાનકારી ફોર્મ્યુલાને ફગાવી દીધી છે. એટલું જ નહીં રૂપાલાની ટિકિટ રદ કરવાના નિર્ણય પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. આ વિવાદ વકરી રહ્યો છે, ત્યારે હવે પાટીદારો રૂપાલાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયામાં પાટીદારોની પોસ્ટ વાઈરલ થઈ છે.
ગઈકાલે પ્રદેશ ભાજપ પાર્ટીના ક્ષત્રિય સમાજના નેતાઓને ક્ષત્રિય સંકલન સમિતિ પાસે મોકલ્યા હતા, પરંતુ ક્ષત્રિય સંકલન સમિતિએ તો રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આજે પાંચ વાગ્યા સુધીનું અલ્ટી મેટમ આપતા હવે સમગ્ર મામલો ભાજપ હાઈકમાન્ડ પાસે છે.
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી વિરોધના વંટોળ આખા રાજ્યમાં જોવા મળી રહ્યો છે. સુરત સહિત અનેક શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે દેખાવ કરવમાં આવી રહ્યો છે.






