હિંમતનગર: કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, પ્રેમપ્રકરણને કારણે હત્યા થઇ હોવાનો ખુલાસો
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના લીખી ડેમ પાસેથી કુવામાંથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસ ત

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના લીખી ડેમ પાસેથી કુવામાંથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. ભિલોડા તાલુકાના દહેગામડા ગામના યુવાનની લાશ કુવામાંથી મળી હોવાનું સામે આવ્યું છે.
પ્રેમ પ્રકરણમાં થઇ હત્યા
ભિલોડા તાલુકાના દહેગામડા ગામના યુવાનની હિંમતનગરના લીખી ડેમ પાસે કુવામાંથી લાશ મળી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ભિલોડા તાલુકાના દહેગામડા ગામના યુવાનની લાશ હોવાનું જાણવા મળ્યું હતું.
યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળીને આ હત્યા કરી હતી. પત્નીના પ્રેમ પ્રકરણને લીધે પતિ-પત્નીને મુંબઇ લઇ જવા માંગતો હતો. પતિ સાથે મુંબઇ ના જવું પડે તે માટે પત્ની અને પ્રેમીએ મળીને પતિનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ/ વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો કેસ ઉકેલાયો,યુવતી સહિત બે લોકોની ધરપકડ
2 નવેમ્બરે રાત્રે ત્રણ વાગ્યે પત્નિ અને તેના પ્રેમીએ કુહાડીના ઘા મારી પતિની હત્યા કરી નાખી હતી. તે બાદ લાશને ગોદડીમાં બાંધી અરવલ્લીથી પ્રેમીના ગામની પાસે આવેલા કુવામાં ફેકી દીધી હતી. સમગ્ર મામલે ગાંભોઇ પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.






