વડોદરા: પતંગના દોરાથી ગળું કપાતા એકનું મોત, લોહીથી લથપથ હાલતમાં યુવાનને ખસેડ્યો હતો સારવાર અર્થે
રાજ્યમાં ઉતરાણના તહેવાર પહેલા વધુ એકનું દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. વડોદરામાં પતંગના દોર

રાજ્યમાં ઉતરાણના તહેવાર પહેલા વધુ એકનું દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. વડોદરામાં પતંગના દોરાએ વધુ એકનો ભોગ લીધો છે. સોમા તળાવ પાસે ગળામાં પતંગનો દોરો ભરાતા બાઇક સવારનું મોત નીપજ્યું. બાઇક પર ફૂડ ડિલિવરી આપવા જતા ડિલિવરી બોયના ગળામાં પતંગનો દોરો ભરાઈ ગયો હતો.
27 વર્ષીય હરિનાથ રાઠવાનું સારવાર મળે એ પહેલાં જ મોત
27 વર્ષીય હરિનાથ રાઠવાનું સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું. લોહીથી લથપથ હાલતમાં પડેલા હરીનાથને સારવાર માટે 108માં સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
આ પણ વાંચો સુરેન્દ્રનગર: કાતિલ ઠંડીમાં ખુલ્લા શેડની નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂૂર
સુરતમાં પણ થોડાક દિવસ પહેલા થયું હતું યુવાનનું મોત
થોડક દિવસ પહેલા સુરતમાં પણ આવી જ ઘટના સર્જાઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો શૈલેષ એસ.વસાવા (ઉ.વર્ષ 37) હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી સાંજે મૃતક યુવક તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના બની હતી. લોહીથી લથપથ હાલતમાં હાજર લોકો યુવકને કીમ ગામની સાધના હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉત્તરાયણ ના દોઢ મહિના અગાઉથી કાતિલ પતંગના દોરાનો કહેર સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.






